સાવરકુંડલા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કોર્ટ પરિસરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફેમિલી જજ કુ. એચ. ડી. પંડિત, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી કે. એન. સરવૈયા અને એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી એમ. એફ. પઠાણ સહિત બાર એસોસિએશનના વકીલો અને કોર્ટ સ્ટાફે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ યોગાસનો તેમજ પ્રાણાયામ કર્યા હતા. જાણીતા યોગશિક્ષક શ્રી હિરેનભાઈ ડાભીએ સૌને પ્રોટોકોલ મુજબ સરળ શૈલીમાં આસનો કરાવી રોજિંદા જીવનમાં યોગનું મહત્વ અને તેનાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.