સાવરકુંડલામાં ધર્મનાથ ભગવાનનાં જિનાલયે ૧૭પમી સાલગીરી નિમિત્તે જૈન સંઘમાં શ્રઘ્‌ધા-ભકિતના સથવારે પ્રભુ સમર્પણનો મહોત્સવ રચાયો હતો. ૧૯ જુનના રોજ જિનાલય શુઘિ્‌ધ- આત્મશુઘિ્‌ધ માટે ૧૮ અભિષેક થયા હતા. પાલીતાણાના જયદીપભાઇએ શુઘ્‌ધવિધિ કરાવી હતી. ધર્મનાથદાદાની ધજાનો લાભ લેનાર પ્રતિભાબેન ભોગીલાલ મગનલાલ ગાંધી પરિવાર અને શાંતિનાથદાદાની ધજાનો લાભ લેનાર વિમળાબેન હિંમતલાલ દોશી (વિમલ યાત્રા પરિવાર) લાભાર્થી પરિવારો સાથે સંઘ પ્રમુખ ધર્મેન્દ્રભાઇ મહેતા સકલ સંઘની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી. જૈનાચાર્ય વિજયરામચંદ્રસુરિશ્વરજી મ.ના શિષ્ય આચાર્ય વિજય જિનદર્શનસુરિજી, આચાર્ય વિજય યોગરતિસુરિજીની નિશ્રા મળી હતી. મંત્રોચ્ચાર સાથે દાદાનાં શિખરે ધ્વજારોહણ વિધિથી સમસ્ત જૈન સંઘમાં આનંદ વરતાયો હતો. આચાર્યશ્રીએ શાંતિપાઠ દ્વારા વિશ્વની-સહુની શાંતિની પ્રાર્થના કરી હતી. ધર્મસભામાં આચાર્યશ્રીએ કહ્યું કે જીવનમાં જેટલા સદ્વિચારો અને સદ્વર્તન આવશે તેટલી ધર્મની ધજા ફરકતી રહેશે.