શિક્ષણ અને સંસ્કાર માટે જાણીતા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં જન્માષ્ટમી પૂર્વે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ વાસુદેવ તથા બાલકૃષ્ણનો વેશ ધારણ કર્યો હતો. પ્રાર્થના ખંડમાં ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદ સાથે બાલકૃષ્ણને હિંડોળામાં પધરાવી સમૂહ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મટુકી ફોડી ચોકલેટ અને મીઠાઈનો પ્રસાદ વહેંચાયો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને રાસ રમ્યો હતો. કાર્યક્રમમાં સંચાલક દીપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસિયાની ઉપસ્થિતિ રહી હતી.









































