અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ૨૧ જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વરિષ્ઠ પ્રાધ્યાપક પ્રા. જે. એમ. તળાવીયાએ જીવનમાં નિયમિત યોગ અને પ્રાણાયામનું મહત્વ તથા તેનાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયા, એન.સી.સી. ઓફિસર પ્રા. ડબલ્યુ. જી. વસાવા અને યોગ કો-ઓર્ડિનેટર ડો. એ. કે. વાળાએ કર્યું હતું. આ આયોજનને સફળ બનાવવા સ્પોટ્ર્સ ઓફિસર ડો. એમ. એમ. પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, હોદ્દેદારો અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.










































