દામનગર નગરપાલિકા વિસ્તાર અને આસપાસના ૨૦ થી વધુ ગામોના મુસાફરોની સુવિધા માટે બંધ થયેલા લાંબા રૂટની એસ.ટી. બસો ફરી શરૂ કરવા સામાજિક કાર્યકર અતુલ શુક્લએ લેખિત રજૂઆત કરી છે. તેમણે આ અંગે સરકારના મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને અમરેલીના વિભાગીય નિયામક (ડી.એમ.) ને પત્ર પાઠવ્યો છે.પત્રમાં જણાવાયું છે કે, આશરે ૨૫ હજારની વસ્તી ધરાવતા દામનગરમાં નવું બસ સ્ટેન્ડ બન્યું છે, પરંતુ પૂરતી બસોના અભાવે લોકોને મુશ્કેલી પડી રહી છે. અગાઉ ચાલતા લાંબા રૂટના લોકલ અને એક્સપ્રેસ ફેરા બંધ થતાં મુસાફરોમાં અન્યાયની લાગણી છે. જો જૂના રૂટો પુનઃ શરૂ કરવામાં આવે, તો આ વિસ્તારના હજારો નાગરિકોને અવરજવરમાં મોટી રાહત મળશે અને એસ.ટી. તંત્રની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે.