સ્વચ્છ ગુજરાત – પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં ભવ્ય સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા કચેરીથી શરૂ થયેલી આ રેલીમાં શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વચ્છતા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, પર્યાવરણ સંરક્ષણ અને કચરાના યોગ્ય નિકાલ અંગેના સૂત્રોચ્ચારો સાથે શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને હરિત શહેરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.









































