ભાવનગર અને અમરેલી પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નાસતા ફરતા ગુનેગારોને પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ ઇન્સપેક્ટર સી.પી. વાઘેલાની ટીમ દ્વારા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી ફરાર લિસ્ટેડ આરોપી શિવરાજ ઉર્ફે શિવભાઈ કનુભાઈ ધાખડા (રહે. વડ, તા. રાજુલા)ને બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે.










































