સાવરકુંડલા શહેર ભાજપ પરિવાર દ્વારા મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા. અભિયાન દરમિયાન ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો અને સ્વચ્છતા અંગે
જનજાગૃતિ ફેલાવવાનો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, નગરપાલિકાના ચીફ ઓફિસર, સભ્યો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.










































