અમરેલી જિલ્લામાં વધુ એક પરિણીતા લાપતા થઈ હોવાનો બનાવ બનવા પામ્યો છે.બાબરાના ઈસાપર ગામેથી એક પરિણીતા ઘરેથી ચાલી નીકળી હતી. આ અંગે નરેશભાઇ નાગજીભાઇ ધાધલ (ઉ.વ. ૩૬) એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની સોનલબેન (ઉ.વ. ૩૧) તા. ૦૮/૦૬/૨૦૨૬ ના બપોરના આશરે બે વાગ્યાથી સાંજના છએક વાગ્યા દરમિયાન ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા. પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જયદેવસિંહ ચંદુભા સોલંકી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.











































