અમરેલી જિલ્લામાં બે સ્થળેથી દારૂ અને એક સ્થળેથી બીયરનો જથ્થો ઝડપાયો હતો. દામનગરના પાડરશીંગા ગામના પેટ્રોલ પંપની પાછળથી મયુરભાઇ બાબુભાઇ જેબલીયા (ઉ.વ.૩૫, ધંધો-ડ્રાઇવિંગ, રહે. ગુંદરણ ગામ, તા. લીલયા મોટા) તથા હરદિપભાઇ ચંપુભાઇ ખુમાણ (ઉ.વ.૨૭, ધંધો-ડ્રાઇવિંગ, રહે. પાડરશીંગા ગામ, તા. લાઠી) પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ૯૬ બોટલ, બે મોબાઇલ અને મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૪૯,૫૦૪નો મુદ્દામાલ ઝડપાયો હતો.સાવરકુંડલામાં નેસડી રોડ પર આવેલી રઘુવંશીપરા શાળા નં-૫ પાસેથી અભિષેક ઉર્ફે અરવિંદભાઈ વાળોદરા (ઉ.વ.૩૪) પાસેથી ભારતીય બનાવટના બીયરના ૫ ટીન મળી આવ્યા હતા. રાજુલાના વડ ગામેથી ગૌતમભાઈ મધુભાઈ બોરીચા (ઉ.વ. ૩૦)ના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ૯ બોટલ મળી આવી હતી. આ સિવાય જાફરાબાદમાં બે સ્થળેથી ૪ લિટર દેશી દારૂ ઝડપાયો હતો, તેમજ રાજુલાના હિંડોરણા ગામેથી ત્રણ સહિત કુલ ૮ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.