આ વર્ષે એશિયન ગેમ્સ ૨૦૨૬ યોજાશે, જેના માટે પાકિસ્તાને તેની ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ આ માહિતી આપી છે.પીસીબીએ એશિયન ગેમ્સ માટે તેની ૧૫ સભ્યોની પુરુષ ટીમની જાહેરાત કરી છે. આ વખતે ટીમની કેપ્ટનશીપ અનુભવી બેટ્‌સમેન સાહિબજાદા ફરહાનને સોંપવામાં આવી છે, જ્યારે અબ્દુલ સમદને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં પાકિસ્તાનની નજર ગોલ્ડ મેડલ પર રહેશે. જાકે, પાકિસ્તાનને મજબૂત ભારતીય ટીમ તરફથી કઠિન પડકારનો સામનો કરવો પડશે. ભારતે હજુ સુધી પોતાની ટીમની જાહેરાત કરી નથી.
૨૦૨૬ એશિયન ગેમ્સ ૧૯ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર દરમિયાન જાપાનમાં યોજાશે. પુરુષોની ક્રિકેટ સ્પર્ધા ટી૨૦ ફોર્મેટમાં રમાશે, જેમાં ૧૦ ટીમો ભાગ લેશે. આ મેચો આઈચી પ્રીફેક્ચરના કોરોગી એથ્લેટિક પાર્ક ખાતે યોજાશે. ક્રિકેટ ઇવેન્ટ ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થશે, ૩ ઓક્ટોબરે મેડલ મેચો સાથે.
૩૦ વર્ષીય સાહિબજાદા ફરહાને પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં ૪૬ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે બે સદી અને ૧૦ અડધી સદી સહિત ૧૩૦૫ રન બનાવ્યા છે. ઘરેલુ ક્રિકેટ અને ટી ૨૦ લીગમાં સતત સારું પ્રદર્શન કર્યા બાદ તેમને ટીમની કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે.
જ્યારે ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત થયેલા અબ્દુલ સમદ પાકિસ્તાન માટે પાંચ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યાં છે ટીમમાં ઘણા યુવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આકીફ જાવેદ, અલી રઝા, માઝ સદકત અને સાદ મસૂદ એવા ખેલાડીઓ છે જેમણે હજુ સુધી પાકિસ્તાન માટે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. પસંદ કરાયેલા ૧૫ ખેલાડીઓમાંથી ૧૪ ખેલાડીઓ લાહોરમાં ૧૫ જૂનથી શરૂ થનારા એનસીએ વ્હાઇટ-બોલ કેમ્પનો પણ ભાગ હશે.
એશિયન ગેમ્સ ૨૦૨૬ માટે પાકિસ્તાનની ૧૫-સભ્ય ટીમઃ સાહિબજાદા ફરહાન (કેપ્ટન), અબ્દુલ સમદ (વાઈસ-કેપ્ટન), અબરાર અહેમદ, અહેમદ દાનિયાલ, અકીફ જાવેદ, અલી રઝા, અરાફાત મિન્હાસ, હૈદર અલી, હસન નવાઝ, માઝ સદાકત, મોહમ્મદ સલમાન મિર્ઝા, સાદ મસુદ ખાન, સાદ અયમ ખાન અને સુકાન ખાન. (વિકેટકીપર).