ધારી ગીર પૂર્વ ડિવિઝનના સરસિયા રેન્જના લુવારિયા વિસ્તારમાં એક ગર્ભવતી સિંહણનું મોત થયું છે. વન વિભાગની બેદરકારીના કારણે સિંહણનું મોત થયું હોવાના આરોપો વચ્ચે સમગ્ર મામલે ડ્ઢઝ્રહ્લ વિકાસ યાદવના મોનિટરિંગ સામે સવાલો ઉઠ્‌યા છે. આ ઘટના અંગે જૂનાગઢ સર્કલના મુખ્ય વન સંરક્ષક રામરતન નાલાએ તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સ્થાનિક ફોરેસ્ટર ચેતન ઘેવરિયા ધારીથી અપ-ડાઉન કરતા હોવાથી નિયમિત પેટ્રોલિંગમાં બેદરકારી દાખવવામાં આવી હતી. આ ગંભીર બેદરકારી બદલ વન વિભાગે તાત્કાલિક પગલાં ભરીને ફોરેસ્ટર ચેતન ઘેવરિયાની પાલીતાણા રેપિડ ખાતે બદલી કરી દીધી છે.