તાલુકા કાનુની સેવા સમિતિ જાફરાબાદ દ્વારા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ અમરેલીની પ્રેરણાથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રિન્સીપાલ સિવિલ જજ પી. એમ. કામદારના માર્ગદર્શન હેઠળ કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ યોજાયું હતું. આ પ્રસંગે સરકારી વકીલ, પોલીસ અધિકારીઓ, વકીલ મંડળના પ્રમુખ અને ફોરેસ્ટ સ્ટાફ હાજર રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ રક્ષણની જાગૃતિ લાવવાનો હતો.