અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્‌ર્સ કાલેજનું માર્ચ-૨૦૨૬નું ટી.વાય.બી.એ. (સેમેસ્ટર-૦૬)નું પરીક્ષા પરિણામ ૯૨.૩૧% આવ્યું છે. કાલેજમાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીનીઓમાં મુખ્ય સમાજશાસ્ત્ર સાથે ગોરી મુનેરા અકબરભાઈ (૮૯.૧૧%) પ્રથમ ક્રમે આવ્યા છે. જ્યારે દ્વિતીય ક્રમે મુખ્ય સંસ્કૃત સાથે જોષી મિતાર્થી શૈલેષભાઈ અને મુખ્ય સમાજશાસ્ત્ર સાથે પઠાણ સુનેરા અમજદખાન (બંને ૮૮.૪૪%) સંયુક્ત રીતે રહ્યા છે, તેમજ મુખ્ય સમાજશાસ્ત્ર સાથે ખુમાણ દ્રષ્ટિ રમેશભાઈ (૮૭.૩૩%) ત્રીજા ક્રમે આવ્યા છે.આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ સંસ્થાના અધ્યાપકોની મહેનતને બિરદાવી કાલેજ સ્ટાફ અને વિદ્યાસભાના પદાધિકારીઓએ તમામ સફળ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.