યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર પ્રસ્તાવિત લશ્કરી કરાર હેઠળ ઇઝરાયલને ૨,૦૦૦ પાઉન્ડના, અત્યંત શક્તિશાળી બોમ્બ સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યું છે. આ એ જ શસ્ત્રો છે જેનો પુરવઠો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જા બિડેનના વહીવટીતંત્ર દ્વારા ગાઝામાં મોટા પાયે વિનાશ અને જાનહાનિના ભયને કારણે અટકાવી દેવામાં આવ્યો હતો.
નામ ન આપવાની શરતે બે અમેરિકન અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે આ ૨.૮ બિલિયન ડોલરના પેકેજમાં ૪૦,૦૦૦ બોમ્બ પૂરા પાડવાની યોજનાનો સમાવેશ થાય છે. જાકે, આ યોજના હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. અમેરિકન કોંગ્રેસને આ સોદાની અનૌપચારિક રીતે જાણ કરવામાં આવી છે. મોટાભાગના ભંડોળ વિદેશી લશ્કરી ભંડોળ દ્વારા ચૂકવવામાં આવશે.
એવો દાવો કરવામાં આવે છે કે યુએસ કરદાતાઓના પૈસા ઇઝરાયલને વિદેશી લશ્કરી ભંડોળ હેઠળ આપવામાં આવે છે. ઇઝરાયલ આ નાણાંનો ઉપયોગ અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદવા માટે કરે છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રસ્તાવિત વેચાણ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઇઝરાયલની લશ્કરી ક્ષમતાઓને વધારવા માટે લેવામાં આવી રહેલા પગલાંની શ્રેણીમાં નવીનતમ છે. શ† વેચાણ યોજનાનો સૌપ્રથમ અહેવાલ ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ સોદો એવા સમયે તૈયાર કરવામાં આવી રહ્યો છે જ્યારે ઇઝરાયલ ગાઝામાં યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એકલતાનો સામનો કરી રહ્યું છે, જે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ હમાસના ઘાતક હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યો હતો. અમેરિકા દ્વારા ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો, પરંતુ હિંસા હજુ પણ ચાલુ રહી હતી. ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષમાં સેંકડો ઇઝરાયલીઓ અને હજારો પેલેÂસ્ટનિયનોના મોત થયા છે. આ સંઘર્ષે આ ક્ષેત્રમાં વ્યાપક વિનાશ સર્જ્યો છે. અગાઉ, ગયા ઓગસ્ટમાં, ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ ટ્રમ્પ સાથે વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે હમાસ શરણાગતિ સ્વીકારવાની તૈયારી કરી રહ્યું નથી પરંતુ ગાઝામાં ફરીથી પગપેસારો કરવાની તૈયારી કરી રહ્યું છે.








































