ચલાલા ખાતે શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ અને લંડન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે શ્રાવણ અમાસ નિમિત્તે બ્રહ્મભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ. સંતશ્રી ડા. રતિદાદાના આશીર્વાદ અને ભારતભૂષણ મહેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રસંગમાં ચલાલા તથા મીઠાપુર (ડું) ના સમસ્ત બ્રહ્મ સમાજ ભાવપૂર્વક જોડાયો હતો. આ ધાર્મિક મહોત્સવમાં ૨૫૦થી વધુ બ્રાહ્મણ દેવતાઓ તેમજ ૩૫૦થી વધુ બાળકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ઉપસ્થિત બ્રાહ્મણ દેવતાઓનું દક્ષિણા અને ભેટ આપી સન્માન કરાયું હતું. ભોજન બાદ સૌ માટે આઈસક્રીમની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી હતી. ખોડુદાદા, સનતદાદા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા શીતલબેન મહેતા અને સ્ટાફગણે ઉત્સાહભેર જહેમત ઉઠાવી હતી.