બસપા સુપ્રીમો માયાવતીના ભત્રીજા આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થે રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. અશોક સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ માયાવતીએ એક એકસ પોસ્ટ દ્વારા અશોક સિદ્ધાર્થ પર નિશાન સાધ્યું હતું, જેમાં તેમને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની સલાહ આપવામાં આવી હતી અને એક શરત પણ લગાવી હતી. માયાવતીએ પોતાની પોસ્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે તેમના જમાઈ આકાશ આનંદ પણ અશોક સિદ્ધાર્થના સ્વાર્થ અને મહત્વાકાંક્ષાના પરિણામો ભોગવી રહ્યા છે.અશોક સિદ્ધાર્થે એકસ પર લખ્યું હતું કે, “બહેન, હું તમને જણાવવા માંગુ છું કે તમારા આદેશો મારા માટે દુનિયાની કોઈપણ વસ્તુ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. તમારા આદેશોની તુલનામાં મારા સંબંધો અને પરિવાર બધા જ નજીવા છે. તમારા માર્ગદર્શન હેઠળ, છેલ્લા પાંત્રીસ વર્ષથી, હું બસપા, માનનીય કાંશીરામ અને બાબા સાહેબ ડા. ભીમરાવ આંબેડકરના મિશન માટે સમર્પિત છું. મેં તમે મને આપેલી દરેક જવાબદારીને મારી શ્રેષ્ઠ ક્ષમતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે.”
પોતાની એકસ પોસ્ટમાં, અશોક સિદ્ધાર્થે આગળ લખ્યું, “તમે મારા રાજકીય ગુરુ છો, મારી મોટી બહેન છો. તમે મારા જેવા નાના વ્યÂક્તને ઘણું બધું આપ્યું છે. તમારા કારણે જ હું વિધાન પરિષદ અને રાજ્યસભાનો સભ્ય રહ્યો છું. તમે મને મારા જેવા સામાન્ય કાર્યકરને તમારા પરિવારનો સભ્ય બનાવવા માટે લાયક માન્યા. આ તમારું ઋણ છે જે હું આ જીવનમાં ચૂકવી શકતો નથી.”
અશોક સિદ્ધાર્થે એમ પણ લખ્યું, “હું કાંશીરામના નામે શપથ લઉં છું કે મેં ક્્યારેય પક્ષના હિત વિરુદ્ધ કંઈ કર્યું નથી, અને હું ક્્યારેય તમારી વિરુદ્ધ કંઈ કરવાનું સ્વપ્ન પણ જાતો નથી. હું અને મારો પરિવાર અમારા સમગ્ર જીવનનો ઋણી છીએ. બહેન, તમારી દરેક સલાહ અને આદેશ મારો અંતિમ શબ્દ છે.”માયાવતીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, બસપા પાર્ટી અને આંદોલનના હિતમાં, તેમજ પોતાના પરિવાર અને જમાઈ આકાશ આનંદના ભવિષ્યમાં, અશોક સિદ્ધાર્થ પાસે હજુ પણ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓનો ત્યાગ કરીને અને વ્યÂક્તગત હિતોથી ઉપર ઉઠીને રાજકારણમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાની તક છે. ત્યારે જ આકાશ આનંદ પાર્ટીમાં કામ કરવા માટે સ્વતંત્ર હશે, અને ત્યારે જ પાર્ટી સહાનુભૂતિપૂર્વક તેમની જવાબદારીઓ તેમને પરત કરવાનું વિચારશે જેથી તેઓ પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવી શકે. આ પાર્ટીમાં સામાન્ય સર્વસંમતિ છે.
અશોક સિદ્ધાર્થ માયાવતીના ભત્રીજા આકાશ આનંદના સસરા છે અને આમ તેમના સંબંધી છે. આકાશ આનંદના લગ્ન અશોક સિદ્ધાર્થની પુત્રી પ્રજ્ઞા સાથે થયા છે. અશોક સિદ્ધાર્થ પણ વ્યવસાયે ડાક્ટર હતા. ૨૦૦૮ માં, માયાવતીની વિનંતી પર, અશોક સિદ્ધાર્થે બસપામાં જાડાવા માટે તેમની સરકારી નોકરી છોડી દીધી. ૨૦૦૯ માં, માયાવતીએ તેમને સ્ન્ઝ્ર બનાવ્યા. ત્યારબાદ, માયાવતીએ ૨૦૧૬ માં અશોક સિદ્ધાર્થને રાજ્યસભામાં પણ મોકલ્યા.