વડિયાના મોટી કુકાવાવ ગામે ઝેરી પાઉડર પી લેનાર એક યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કિશોરભાઇ ભીખાભાઇ વિરાણી (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, નયનાબેન કિશોરભાઇ વિરાણી (ઉ.વ.૨૩) કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી ગયાં હતાં, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. યુવતીના અકાળે મોતથી પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એલ. જાડેજા આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.