જાફરાબાદના ચિત્રાસર ગામે પ્રેમસંબંધમાં પ્રેમિકાને આપેલા ફોનને લઈ પ્રેમી પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવતીના પરિવારજનો દ્વારા યુવકને સળિયાના ઘા ઝીંકી ફટકારવામાં આવ્યો હતો તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જશુભાઈ પુનાભાઈ રાઠોડ (ઉ.વ. ૨૬)એ ભાવેશભાઈ ભુપતભાઈ બાંભણીયા તથા રાજેશભાઈ ભુપતભાઈ બાંભણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને આરોપીની બહેન સાથે છ-સાત વર્ષથી પ્રેમસંબંધ હતો. તેમણે આરોપીની બહેન સાથે વાતચીત કરવા માટે ફોન આપ્યો હતો, જેની જાણ આરોપીઓને થતાં તેની દાઝ રાખી લોખંડના સળિયાથી આડેધડ માર માર્યો હતો. ઉપરાંત ડાબા હાથની કોણીથી આગળના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા કરી, ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. એન. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.









































