ઉનાના મોઠા ગામે અધિકમાસની પૂર્ણિમા નિમિત્તે ગોપી મંડળ દ્વારા ભગવાન શાલીગ્રામને વિષ્ણુ સહસ્ત્રનામ સાથે ૩૧,૧૦૮ તુલસીપત્ર અર્પણ કરાયા હતા. વર્ષો જૂની પરંપરા મુજબ મહિલાઓએ મુક્તિ ચૈતન્ય સ્વામી અને રણછોડરાયજી મંદિરે ગોરમાની સ્થાપના કરી પૂજન કર્યું હતું. આ માસ દરમિયાન દરરોજ કથાશ્રવણ, ધૂન-ભજન, મહાપ્રસાદ તેમજ વનભોજન, તીર્થસ્નાન અને સત્યનારાયણ કથા જેવા વિવિધ ધાર્મિક આયોજનોમાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા.








































