લીલીયા તાલુકાના કોટા કણકોટ ખાતે આવેલા કમલાનંદ ભવન ખાતે બાજ ખેડાવાળા બ્રાહ્મણ રોકળીયા દવે પરીવાર દ્વારા ત્રિવેણી સંગમનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ ત્રિવેણી સંગમ અંતર્ગત આગામી તારીખ ૦૭-૦૬-૨૦૨૬ના પરિવારના દિવસે ઓગણીસમો પાટોત્સવ, રોકળીયા દવે પરિવારનું સ્નેહ મિલન તથા પરિવારના ધોરણ ૧ થી ૯ ના હાજર વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહિત ભેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રોકળીયા દવે પરીવાર કુળદેવી ટ્રસ્ટ દ્વારા આ પાટોત્સવમાં મોટી સંખ્યામાં સહ પરિવાર હાજર રહીને બાપાના આશીર્વાદ તથા મહાપ્રસાદ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










































