અભિષેક બેનર્જી હુમલો કેસઃ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જી, જેમણે ૪ મે સુધી બંગાળમાં શાસન કર્યું હતું, તેમના પર શનિવારે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. તેમને થપ્પડ મારી, ઈંટથી નિશાન બનાવ્યા અને તેમના કપડાં પણ ફાડી નાખ્યા. આ ઘટના અભિષેક બેનર્જીના ગઢ ગણાતા વિસ્તારમાં બની હતી. આ મામલે હવે કાર્યવાહી કરવામાં આવી છે, અને પશ્ચિમ બંગાળ પોલીસે હુમલા બદલ પાંચ લોકોની ધરપકડ કરી છે.
નોંધનીય છે કે શનિવારે સાંજે પશ્ચિમ બંગાળના સોનારપુર દક્ષિણમાં ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ તેમના કપડાં ફાડી નાખ્યા, તેમના પર ઇંડા ફેંક્યાં અને ઇંટો અને પથ્થરોથી હુમલો કર્યો. આ હુમલાથી પોતાને બચાવવા માટે અભિષેક બેનર્જીએ હેલ્મેટ પણ પહેરવી પડી.
નોંધનીય છે કે અભિષેક બેનર્જી પર થયેલા હુમલાથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના ભત્રીજા અભિષેક બેનર્જી પર થયેલા હુમલાથી ગુસ્સે થયા હતા. તેમણે તેને ભાજપનું કાવતરું ગણાવ્યું હતું. મમતાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપને આવા કૃત્યથી શરમ આવવી જાઈએ.
મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે, “જા કોઈ ઘાયલ વ્યક્તિને આ રીતે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે છે, તો શું તેની સારવાર કરવામાં આવશે નહીં? જા તેમના પરિવારમાં આવી જ ઘટના બને તો શું થશે? કોઈ પણ કાયમ સત્તામાં રહેશે નહીં.”
ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, “જે રીતે અમને પથ્થરમારાનો વીડિયો મળ્યો છે, જા તે વાગ્યો હોત અથવા સ્થાનિક છોકરાઓએ તેમને પહેરવા માટે હેલ્મેટ ન આપ્યું હોત, તો તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ શક્યૂ હોત. પોલીસને જાણ કરવામાં આવી હતી, છતાં તેમણે સુરક્ષા વ્યવસ્થા કરી ન હતી. હોસ્પીટલને પણ ધમકી આપવામાં આવી રહી છે. ડાક્ટરને પણ ધમકી આપવામાં આવી રહી છે. સામાન્ય લોકોને પણ ધમકી આપવામાં આવી રહી છે.”