(૧) માર્કશીટઃ ધો. ૧૦ અને ધો. ૧૨ની ઓરિજિનલ માર્કશીટ.
(૨) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC): સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ.
(૩) જાતિનો દાખલોઃ SC, ST, SEBC (OBC) કેટેગરીના વિદ્યાર્થી માટે.
(૪) નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટઃ માત્રૅમ્ઝ્ર ઉમેદવાર માટે (ચાલુ વર્ષનું).
(૫) આધાર કાર્ડઃ ઓળખનો પુરાવો
(૬) ફોટોગ્રાફઃ તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
(૭) EWS સર્ટિફિકેટઃ જો આર્થિક નબળા વર્ગમાં આવતા હોવ તો.
(૮) PTC કોર્સની ફી PTC કોર્સની ફી કેવી કોલેજમાં એડમિશન લો છો તેના પર આધારિત છે.જો તમે સરકારી ઁ્ઝ્ર કોલેજમાં એડમિશન લો છો, તો ફી ઓછી હોય છે.પરંતુ ખાનગી કોલેજની ફી વધુ હોય છે.
આ કોર્સમાં ખાસ કરીને એવા વિષય હોય છે, જે પ્રાથમિક શાળામાં ભણાવાતા હોય. જેમાં ગુજરાતી, ગણિત, પર્યાવરણ, હિન્દી, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘બાળ મનોવિજ્ઞાન’ એક મુખ્ય વિષય છે, જે શિક્ષકને બાળકની માનસિકતા સમજવામાં મદદ કરે છે. શારીરિક શિક્ષણ, ચિત્રકામ અને કોમ્પ્યુટર જેવા વિષય પણ શીખવાય છે, જેથી બાળકોનો સર્વાંગી વિકાસ સારી રીતે થઇ શકે.
– કેરિયર: જો તમે પોતાનું કામ કરવા માગતા હો, તો પ્લે-ગ્રુપ કે ટ્યુશન ક્લાસ શરૂ કરી શકાય. એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ તરીકે કે નાનાં બાળકો માટે કન્ટેન્ટ બનાવતી કંપનીમાં પણ જોડાઈ શકો છો.
-PTC પછી પગાર ધોરણઃજો તમે સરકારી શાળામાં વિદ્યાસહાયક તરીકે જોડાવ,તો શરૂના ૫ વર્ષ માટે સરકારે નક્કી કરેલો ફિક્સ પગાર મળે છે. ૫ વર્ષ પૂરા થયા પછી તમે ફૂલ પગારમાં આવો, ત્યારે પગાર વધે છે.
-PTC કોર્સના ફાયદા PTC કોર્સના અનેક ફાયદા છે.સૌથી મોટો ફાયદો એ કે તમે માત્ર ધો. ૧૨ પાસ કરી માત્ર ૨ વર્ષમાં એક વ્યવસાયિક ડિગ્રી મેળવી શકો છો અને નોકરી માટે તૈયાર થાવ છો. આ કોર્સમાં તમને બાળકો સાથે કેવી રીતે વર્તવું તે શીખવા મળે છે, જે તમારા વ્યક્તિગત જીવનમાં પણ ઉપયોગી થાય છે. સરકારી નોકરી મેળવવાની તક આ ક્ષેત્રમાં અન્ય ક્ષેત્ર કરતાં વધુ હોય છે, કારણ કે દર વર્ષે નવી-નવી શાળાઓ ખુલતી રહે છે. તેમાં શિક્ષકોની જરૂર પડતી જ હોય છે.
-PTC સારું કે B.Ed સારું?
ઘણા વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન હોય છે કે PTC કરવું કે B.Ed કરવું? જો તમે ધો. ૧૨ પછી તરત શિક્ષક બનવા માગતા હો અને નાના બાળકો (ધો ૧થી ૫)માં ભણાવવા માગતા હોવ, તો PTC (D.El.Ed) શ્રેષ્ઠ છે.
પરંતુ જો તમે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી મોટાં બાળકો (ધો ૬થી ૧૨)માં ભણાવવા માગતા હોવ, તો તમારે B.Ed કરવું જોઈએ. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે માસ્ટર્સ (M.A.in Education) કે અન્ય ડિપ્લોમા કોર્સ પણ કરી શકો છો. સતત અભ્યાસ ચાલુ રાખવાથી તમારા પગાર અને હોદ્દામાં વધારો થવાની શક્યતા વધી જાય છે.
– પ્રવેશ માટેની આ સંભવિત તારીખો છે. ફાઇનલ તારીખો માટે અખબાર જોતાં રહેવું ઃ
ઓનલાઈન રજીસ્ટ્રેશનઃ મે-જૂન ૨૦૨૬ (અંદાજિત)
ડોક્યુમેન્ટ વેરિફિકેશનઃ જૂન-જુલાઈ ૨૦૨૬
પ્રોવિઝનલ મેરિટ લિસ્ટઃ જુલાઈ ૨૦૨૬
કોલેજ ચોઈસ ફિલિંગઃ જુલાઈના અંતમાં
શૈક્ષણિક સત્રનો પ્રારંભઃ ઓગસ્ટ ૨૦૨૬
– એક્સપર્ટ સલાહ: “શિક્ષણ એ માત્ર નોકરી નથી, પણ એક જવાબદારી છે. જો તમારી પાસે ધૈર્ય છે અને તમને નાના બાળકો સાથે કામ કરવું ગમે છે, તો જ આ ક્ષેત્ર પસંદ કરો. માત્ર સરકારી નોકરીના લોભમાં નહીં, પણ શિક્ષણ પ્રત્યેના લગાવ સાથે આ કોર્સ કરશો તો પ્રાઈવેટ સેક્ટરમાં પણ તમારો પગાર અને માન-સન્માન ખૂબ સારું રહેશે. ૬+ વર્ષના અનુભવના આધારે હું કહી શકું કે એક કુશળ શિક્ષકની માંગ હંમેશા રહેવાની છે.”
– PTC અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો ઃ
(૧) PTC કોર્સનું પૂરું નામ શું છે?
જવાબઃ PTC નું આખું નામ પ્રાયમરી ટ્રેનિંગ સર્ટિફિકેટ(પ્રાથમિક શિક્ષણ તાલીમ પ્રમાણપત્ર)છે, જે હવે રાષ્ટ્રીય સ્તરે D.El.Ed તરીકે ઓળખાય છે.
(૨) PTCનો કોર્સ કરવા માટે લઘુત્તમ લાયકાત શું હોવી જોઈએ?
જવાબઃ આ કોર્સ કરવા માટે કોઈપણ પ્રવાહ (આર્ટસ, કોમર્સ કે સાયન્સ)માં ધોરણ ૧૨ પાસ કરેલું હોવું જોઈએ.
(૩) PTC કોર્સનો સમયગાળો કેટલો હોય છે?
જવાબઃ PTC(D.El.Ed) કોર્સનો સમયગાળો ૨ વર્ષનો હોય છે, જેમાં થિયરી અને પ્રેક્ટિકલ તાલીમનો સમાવેશ થાય છે.
(૪) શું ધો. ૧૨માં ઓછા ટકા આવ્યા હોય તો PTC કોર્સમાં એડમિશન મળી શકે ?
જવાબઃ સામાન્ય રીતે જનરલ કેટેગરી માટે ૫૦% અને અનામત કેટેગરી માટે ૪૫% ગુણ જરૂરી છે, જોકે પ્રાઈવેટ કોલેજોમાં નિયમાનુસાર એડમિશન મળી શકે છે.
(૫) PTC(નો કોર્સ કર્યા પછી સરકારી શિક્ષક બનવા માટે કઈ પરીક્ષા આપવી પડે ?
જવાબઃ PTC(નો કોર્સ પૂરો કર્યા પછી સરકારી પ્રાથમિક શાળામાં (ધો. ૧થી ૫)માં શિક્ષક બનવા માટે TET-1 Teacher Eligibility Test પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.
(૬) PTC અને B.Edવચ્ચે મુખ્ય તફાવત શું છે?
જવાબઃPTC ધો. ૧૨ પછી કરી શકાય અને ધો. ૧થી ૫ના શિક્ષક બની શકાય છે, જ્યારે B.Ed ગ્રેજ્યુએશન પછી કરી શકાય અને ધો. ૬ થી ૧૨ના શિક્ષક બની શકાય છે.
(૭)PTCનો કોર્સ કર્યા પછી આગળ વધુ અભ્યાસ કરી શકાય ?
જવાબઃ હા,PTCનો કોર્સ કર્યા પછી ગ્રેજ્યુએશન (BA/B.Com/B.Sc) કરી શકાય. ત્યારબાદ B.Ed કે અન્ય ઉચ્ચ શિક્ષણના વિકલ્પ પણ પસંદ કરી શકાય.
sanjogpurti@gmail.com











































