ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદના હેમાળ ગામ નજીક એક હૃદયદ્રાવક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે ફોરવ્હીલર અને એક બાઈક (ટુ-વ્હીલર) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક વૃધ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકની ઓળખ નાગજીભાઈ વલ્લભભાઈ સાવલિયા (ઉં.વ. ૭૭) તરીકે થઈ છે, જેઓ નજીકના ચોત્રા ગામના રહેવાસી હતા. ઘટનાની જાણ થતાં જ નાગેશ્રી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખસેડ્‌યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.