બધા જ દાનમાં વિદ્યાદાન સર્વશ્રેષ્ઠ દાન છે. વિદ્યાનું મુખ્ય કામ સમાજના બાળકોમાં નૈતિકતા, પ્રમાણિકતા, રાષ્ટ્રવાદ અને માનવતાવાદ પ્રસ્થાપિત કરવાનો છે.ડોંગરેજી મહારાજે કહ્યું છે કે “બાળકમાં ઈશ્વરનો અંશ હોય છે તેને શિક્ષણ સાથે સંસ્કાર આપવાની જવાબદારી શિક્ષકોની છે”. ફેબ્રુઆરી ૨૦૨૬માં એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડ પરીક્ષા લેવાય હતી. જેમાં અમદાવાદ શહેરનું ઉત્તમ પરિણામ આવેલ છે. પરંતુ કેટલાક બાળકો એક, બે, કે ત્રણ વિષયમાં નાપાસ થયા છે. તેમના માટે બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા જૂન માસમાં યોજાનાર છે.
આ બાળકોને વેકેશનના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરના ચુનંદા વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી રોહિતભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ બીટના શિક્ષણ નિરીક્ષકશ્રી અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી સાથે સંકલન કરી જે તે બીટના સ્કૂલના આચાર્યોને સંકલનમાં રાખી જે સ્કૂલમાં નાપાસ થયા છે એ વિદ્યાર્થીઓની યાદી એકત્ર કરી અને વિસ્તાર વાઈઝ દરરોજ ટાઈમ ટેબલ પ્રમાણે દસે દસ બીટની અંદર નિયમિત હિટવે ની પરિસ્થિતિમાં પણ અમદાવાદ શહેરના વિષય નિષ્ણાત શિક્ષકો પરીક્ષાલક્ષી, દ્રઢીકરણ અને પુનરાવર્તન બાળકોને કરાવી રહ્યા છે. કેટલાક વિષય નિષ્ણાત શિક્ષકો વેકેશનમાં દૂર હોવા છતાં બાળકોના હિતાર્થે અધ્યાપન કાર્ય કરવા માટે જે તે સ્કૂલમાં પૂરક પરીક્ષા માટે વ્યવસ્થા ગોઠવી છે ત્યાં ભણાવવા આવે છે.
રોહિતભાઈ સાહેબનું એક લક્ષ્ય છે કે છેવાડાના કે ગરીબ બાળકને નિશુલ્ક શિક્ષણ મળી રહે તે માટે સેવાયજ્ઞ શરૂ કર્યો છે. સાહેબની કામ કરવાની પધ્ધતિ અને કાર્યને અમલીકરણ કરાવવાની આંતરસૂઝ અનન્ય છે. વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા અને ચિંતન કરતા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અમદાવાદ શહેરનું ગૌરવ છે. જે કામ કરે છે તેની નોંધ ઈશ્વર સાથે સરકાર પણ લે છે. એટલે તો ભારત સરકારે શ્રેષ્ઠ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીનો એવોર્ડ પણ આપેલો છે. સારથી પ્રોજેક્ટ અને કારકિર્દી માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરની કાયાપલટ કરવા સતત કટિબધ્ધ રહે છે. બાળક જ્યારે પુરક પરીક્ષામાં પાસ થશે તેવા સમયે તેના અંતરના આશીર્વાદ શિક્ષક સાથે આયોજન કરનાર જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અને તેમની ટીમને પણ મળવાના છે. એક વિચાર પરિસ્થિતિને પુરુષાર્થ તરફ લઈ જાય છે. મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો એક બે વિષયમાં નાપાસ થયા હોય છે તેઓ ટ્યુશન કે અન્ય કોચિંગ ક્લાસમાં જઈ શકે તેવી પરિસ્થિતિમાં હોતા નથી.તેમના માટે ગોઠવેલો આ કાર્યક્રમ ચારધામની યાત્રાથી વિશેષ છે. બીટ નંબર ૧૦ અસારવામાં વિશ્વવિદ્યાલયના આચાર્ય શ્રી મનીષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હું પોતે પણ સામાજિક વિજ્ઞાન બે દિવસ ભણાવવા ગયો તેનો મને નિજાનંદ છે. અમારા કન્વીનરશ્રી આશિષભાઈ સાહેબ તેમજ બીટના પ્રદીપભાઈ પટેલ સાહેબનો અનન્ય ફાળો છે.બધી જ બીટમાં આવેલા તમામ આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓના પ્રચંડ પુરુષાર્થથી શિક્ષણની નૌકા વર્ગખંડમાં વહી રહી છે.બાળકોને ભણાવવું અને સમજાવવું ખૂબ અગત્યનું છે. બાળકને આત્મીયસભર પ્રેમ દાખવીને સમજાવવામાં આવે તો કદાચ ૮૦% પણ લાવી શકે. કુદરતી આપેલી કુશાગ્ર બુધ્ધિ ક્યારેય ખીલી શકે તે માટે આ પુણ્ય કરવાનો અવસર એટલે પૂરક પરીક્ષામાં પુનરાવર્તન કરાવવુ તે છે.
શિક્ષકોને વેકેશન હોય છે તેમ છતાં સાહેબના સેવાયજ્ઞમાં જોડાયા તે બધા જ આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો અભિનંદનને પાત્ર છે. કાંકરે કાકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, તેમ બે પાંચ બાળકો પૂરક પરીક્ષામાં જે તે સ્કૂલના પાસ થાય અને એની કારકિર્દી ઉજવળ તે ખૂબ જ અગત્યનું છે.આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી રોહિતભાઈ ચૌધરી સાહેબનો સેવાયજ્ઞ ઉત્તમ રીતે ચાલે છે અને બાળકોના હિતાર્થે હિટવેમાં પણ શૈક્ષણિક કાર્ય કરી રહેલા આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોને શુભેચ્છા પાઠવુ છું.
શિક્ષણનું મુખ્ય કાર્ય એકબીજાને ઉપયોગી થવાનું છે. બાળકો આપણા અન્નદાતા છે. તેમને શિક્ષણ આપીશું તો દેશનું ભવિષ્ય ઉજવળ બનશે. બાળકોના હિતાર્થે કરેલું કાર્ય દીપી ઉઠશે.બાળકો દેશનું ભવિષ્ય છે.આપણે આપણી નૈતિક ફરજ સમજીને બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા પ્રયાસ કરીશું તો આપણા બાળકો તેજ તરાર બનશે.
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના તમામ અધિકારીશ્રી અને તમામ બીટના આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો જે સાધના કરી રહ્યા છે તે બાળકોના પરિણામમાં રૂપાંતર થશે તેવી મને ચોક્કસ ખાતરી છે. આપણા બધાના કેપ્ટન આદરણીય રોહિતભાઈ ચૌધરી સાહેબ છે ત્યારે અમદાવાદ શહેરનું પરિણામ શ્રેષ્ઠ જ આવશે તેવી ચોક્કસ અપેક્ષા છે.બાલ દેવો ભવઃ એક જ લક્ષ રાખીએ.. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨









































