આજના આધુનિક જીવનમાં યુવતીઓ અને મહિલાઓમાંt PCOD એટલે કે Polycystic Ovary Syndrome એક સામાન્ય હોર્મોનલ સમસ્યા બની રહી છે. અનિયમિત માસિક, વજન વધવું, ચહેરા પર ખીલ, અનિચ્છનીય વાળની વૃધ્ધિ, વાળ ખરવા, મૂડમાં ફેરફાર અને ગર્ભધારણમાં મુશ્કેલી જેવી સમસ્યાઓ સાથે ઘણી મહિલાઓPCOD નો સામનો કરે છે.
PCOD માત્ર અંડાશયની સમસ્યા નથી, પરંતુ તે શરીરના હોર્મોનલ અને મેટાબોલિક સંતુલન સાથે જોડાયેલી સ્થિતિ છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, વજન, ઊંઘ, તણાવ, ખોરાક અને જીવનશૈલી જેવા પરિબળો પણ તેની અસરને વધારી શકે છે.
•PCODમાં જીવનશૈલીનું મહત્વ:
PCODના સંચાલનમાં જીવનશૈલીમાં ફેરફાર ખૂબ મહત્વપૂર્ણ છે. નિયમિત કસરત, યોગ્ય અને સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, તણાવનું નિયંત્રણ અને વજનનું યોગ્ય સંચાલન ઘણી મહિલાઓમાં લક્ષણો સુધારવામાં મદદરૂપ બની શકે છે.
માત્ર દવા પર આધાર રાખવાને બદલે વ્યક્તિએ પોતાની દૈનિક જીવનશૈલીમાં પણ જરૂરી ફેરફારો કરવા જોઈએ.
•PCOD અને હોમિયોપેથી:
હોમિયોપેથીમાં દર્દીને માત્ર PCODના નામથી સારવાર આપવામાં આવતી નથી. દર્દીના શારીરિક લક્ષણો સાથે તેની માનસિક સ્થિતિ, ભાવનાત્મક પરિસ્થિતિ, માસિક ચક્રની વિશેષતાઓ, વજનમાં ફેરફાર, ખીલ, વાળની સમસ્યા, ઊંઘ, ભૂખ અને અન્ય વ્યક્તિગત લક્ષણોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવે છે.
હોમિયોપેથીક દવા પસંદ કરતી વખતે દરેક વ્યક્તિની લક્ષણોની વિશિષ્ટતા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી PCOD ધરાવતી દરેક મહિલાને એક જ દવા આપવી એ હોમિયોપેથીના વ્યક્તિગત સારવારના સિધ્ધાંત સાથે સુસંગત નથી.
•PCODમાં ઉપયોગમાં લેવાતી કેટલીક હોમિયોપેથીક દવાઓ:
હોમિયોપેથીના ક્લિનિકલ પ્રેક્ટિસમાંPCOD સાથે જોડાયેલા વિવિધ લક્ષણો માટે કેટલીક દવાઓનો વિચાર કરવામાં આવે છે, જેમ કેઃ
Pulsatilla – માસિક ચક્રમાં અનિયમિતતા સાથે ભાવનાત્મક સંવેદનશીલતા અને બદલાતા લક્ષણો હોય ત્યારે.
Sepia – માસિક અનિયમિતતા સાથે હોર્મોનલ ફરિયાદો, થાક, ચીડિયાપણું અને ભાવનાત્મક ઉદાસીનતા જેવા લક્ષણો જોવા મળે ત્યારે.
Lachesis – માસિક ચક્ર અને હોર્મોનલ ફેરફારો સાથે જોડાયેલા વિશિષ્ટ લક્ષણોના આધારે વિચારવામાં આવતી દવા.
Apis mellifica –અંડાશય સંબંધિત તકલીફો અને સોજા જેવા લક્ષણોની વિશિષ્ટતા હોય ત્યારે.
Folliculinum – કેટલાક હોમિયોપેથીક પ્રેક્ટિશનરો દ્વારા હોર્મોનલ અસંતુલન સાથે જોડાયેલી ફરિયાદોમાં ઉપયોગમાં લેવાતી દવા.
Oophroinum – ઓવેરિયન સંબંધિત લક્ષણોના આધારે વિચારવામાં આવતી હોમિયોપેથીક દવા.
પરંતુ મહત્વની વાત એ છે કે આમાંથી કોઈ પણ દવા દરેક PCOD દર્દી માટે યોગ્ય નથી અને કોઈ એક દવાને PCODની “cure” તરીકે રજૂ કરી શકાય નહીં. યોગ્ય દવા દર્દીની સંપૂર્ણ કેસ-ટેકિંગ અને વ્યક્તિગત લક્ષણોના આધારે નિષ્ણાત હોમિયોપેથીક તબીબ નક્કી કરે છે.
• શું PCOD સંપૂર્ણપણે મટી શકે?
PCOD એક લાંબા સમય સુધી સંચાલન કરવાની સ્થિતિ હોઈ શકે છે અને તેની પ્રકૃતિ દરેક વ્યક્તિમાં અલગ હોય છે. કેટલાક દર્દીઓમાં જીવનશૈલી અને યોગ્ય તબીબી વ્યવસ્થાપનથી માસિક ચક્ર નિયમિત થઈ શકે છે, વજન નિયંત્રિત થઈ શકે છે અને અન્ય લક્ષણોમાં સુધારો થઈ શકે છે.
PCOD સામેની લડાઈમાં દવા જેટલું જ મહત્વ જાગૃતિ, યોગ્ય આહાર, નિયમિત કસરત, તણાવનું નિયંત્રણ અને નિયમિત તબીબી તપાસનું છે.
હોમિયોપેથીનો મુખ્ય અભિગમ દર્દીને માત્ર એક રોગ તરીકે નહીં, પરંતુ એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે સમજવાનો છે. તેથી PCOD ધરાવતી દરેક મહિલાની સારવાર તેના વ્યક્તિગત લક્ષણો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને થવી જોઈએ.PCOD અંત નથી યોગ્ય માર્ગદર્શન, સ્વસ્થ જીવનશૈલી અને વ્યક્તિગત સારવાર દ્વારા તેને અસરકારક રીતે મેનેજ કરી શકાય છે. sanjogpurti@gmail.com









































