બગસરાના નવા જીનપરા પાસે બાઇક સાઇડમાં લેવાનું કહેતાં ફોરવ્હીલ પર ઇંટોના છૂટા ઘા કરવામાં આવ્યા હતા. આ અંગે અમીનભાઇ અલારખભાઇ કાળવાતરે (ઉં.વ.૩૩) અલ્ફેશ અમીનભાઇ સૈયદ તથા સિકંદરભાઇ બચુભાઇ સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ પોતાની ઓલ્ટો ફોરવ્હીલ કાર સર્વિસ સેન્ટરમાં સાફ-સફાઇ કરાવીને નવા જીનપરામાં આવેલ ઇલિયાસભાઇ ભંગારીના ડેલા પાસે કાર વાળવા ગયા ત્યારે રસ્તામાં આરોપી અલ્ફેશ અમીનભાઇ સૈયદ પોતાની બાઇક લઇને ઊભો હતો. જેથી તેમણે બાઇક સાઇડમાં લેવાનું કહેતાં આરોપીને સારું નહોતું લાગ્યું અને તેમણે જેમ-ફાવે તેમ ગાળો આપી બાઇક પરથી નીચે ઉતરીને રસ્તામાંથી પથ્થર તથા ઇંટોના ટુકડા લઇ છૂટા ઘા માર્યા હતા. આ સમયે સાક્ષી ફાતેમાબેન વચ્ચે આવતાં તેમના પર પણ છૂટા ઘા કરી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત, આરોપીઓએ જેમ-ફાવે તેમ ગાળો આપી ફરિયાદી તથા સાક્ષીઓને શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડી હતી અને ઓલ્ટો કાર પર પથ્થરો મારી નુકસાન પહોંચાડ્‌યું હતું. આ અંગે બગસરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. એમ. જે. બાલસરા વધુ તપાસ કરી રહ્યા છે.