એલ.જે. યુનિવર્સિટીના વિદ્યાર્થી કેમ્પસમાં ગૂગલ જેમિની અને એઆઈ અંગે જાગૃતિ ફેલાવશે
બગસરા શહેરના ૬૦ ફૂટ રોડ વિસ્તારમાં રહેતા વિપુલભાઈ ભુવાના પુત્ર અને અમદાવાદની એલ.જે. યુનિવર્સિટીમાં બી.ટેક. (કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ)નો અભ્યાસ કરતા જય ભુવાની ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર પ્રોગ્રામ–૨૦૨૬ માટે પસંદગી થઈ છે. દેશભરના વિદ્યાર્થીઓમાંથી યોજાયેલી સ્ક્રીનિંગ અને વીડિયો રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ તેમની પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ તેઓ પોતાના કેમ્પસમાં ગૂગલ જેમિની અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે ટેક્નિકલ વર્કશોપ, માર્ગદર્શન સત્રો અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરશે. જયે આ સિદ્ધિનો શ્રેય પોતાના માતા-પિતા, મોટા ભાઈ, શિક્ષકો અને મિત્રોના માર્ગદર્શનને આપ્યો હતો.








































