વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની અમરેલી નગર દ્વારા જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિતે ભવ્ય રાસ ગરબા અને પારંપારીક વેશભૂષા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ અતિ ભવ્ય કાર્યક્રમ આવનારી તા.૩૧.૦૭.૨૦૨૬ ને શુક્રવારના રોજ વિધા સભા ગ્રાઉન્ડ ડોમ લાઠી રોડ અમરેલી ખાતે રાત્રે ૯ કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં મણિયારો,ટીમલી, હુડો , પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા, શોર્ય રાસ, તાલીરાસ તેમજ પારંપારીક વેશભૂષા સ્પર્ધાનું વિશેષ આયોજન કરેલ છે. આ સ્પર્ધા ફક્ત બહેનો માટે જ રાખવામાં આવેલ છે. સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે દુર્ગા વાહિની અમરેલી નગરના સયોજિકા ગોપીબેન ચાવડા મો.૯૦૯૯૦૬૧૧૯૮ તેમજ સહ સયોજીકા હીરલબા વાળા મો.૮૧૪૦૭૭૩૨૮૫ નો તુરંત સંપર્ક કરવો.