દામનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગના ડિવાઈડરમાં ઉગેલા વૃક્ષોની ડાળીઓ ખૂબ જ પહોળી થઈ જતાં વાહનચાલકો માટે મોટી અડચણ ઊભી થઈ રહી છે. રસ્તાની બંને બાજુ બહાર આવી ગયેલી આ ડાળીઓને કારણે દ્રશ્યતા ઘટી જતાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં જ સ્થાનિક નગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક ધોરણે આ નડતરરૂપ ડાળીઓનું યોગ્ય કટીંગ કરાવે તેવી તંત્ર પાસે લોકમાગણી ઉઠી છે.







































