સાવરકુંડલા ટાઉનમાં એક પિતાએ પુત્ર સાથે બોલાચાલી બાદ મનમાં લાગી આવતાં ઝેરી દવા પીધી હતી. આ અંગે જુમાભાઈ હાજીભાઈ જાખરા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમનો દીકરો કામે જતો નહોતો, જેથી તેની સાથે બોલાચાલી થઈ હતી. એ બાબતે મન પર લેતાં તેમણે શાકભાજીમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે. જી. ગંગલ વધુ તપાસ કરી રહ્યા છે.







































