દામનગર તાલુકાના દહીંથરા ગામની પ્રાથમિક શાળામાં સુરત સ્થિત વતનપ્રેમી દાતા સંદીપભાઈ નરશીભાઈ વાવીયા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાની સ્માર્ટ વોટરબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંદીપભાઈએ પોતાના શિક્ષણની શરૂઆત કરેલી માતૃ સંસ્થા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી બાળકોને ઉપયોગી ભેટ અર્પણ કરી હતી. આ ઉપરાંત ગામના આંગણવાડી કેન્દ્રોમાં પણ વોટરબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર અને શિક્ષકોએ દાતાની સેવાભાવના તથા વતનપ્રેમની પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.