ભારત મોસમી આબોહવાનો દેશ છે. વર્ષાઋતુની ઋતુમાં વરસાદનું આગમન થતું હોય છે.તેવા સમયે વિવિધ જિલ્લાઓમાં અતિવૃષ્ટિના પ્રકોપથી પારાવાર નુકસાન થતું હોય છે. કોર્પોરેશન કે નગરપાલિકા દ્વારા એડવાન્સ આયોજનના અભાવે ગટર લાઈન અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં ત્રુટી હોવાના કારણે ભયંકર પાણી રોડ, રસ્તા, કોમ્પ્લક્ષ, દુકાનો, નિચાણવાળા અને ઘરોમાં વરસાદનું પાણી પ્રવેશી જાય છે.બેદરકારીના ભોગે લોકોને હાલાકી ભોગવી પડે છે. હાલાકી ન ભોગવી પડે તે માટે જનતાના ટેક્સથી આયોજન કરનાર કોર્પોરેશન અને નગરપાલિકાએ પ્રજાને સુવિધા આપવી પડશે. જો સુખાકારી નહીં આપે તો વહીવટ ખાડે જશે.
અતિવૃષ્ટિ (ભારે વરસાદ અને પૂર) ના કારણે જાન-માલ, ખેતી, પશુધન અને માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન થાય છે. આ નુકસાનની વિગતો અને તેની કાળજી રાખવાના ઉપાયો નીચે મુજબ છેઃ૧. મુખ્ય નુકસાન કઈ બાબતોનું થાય છે? ખેતી અને પાક, ખેતરોમાં પાણી ભરાવાથી ઊભો પાક સડી જાય છે, જમીનનું ધોરાણ થાય છે અને ફળદ્રુપ માટી ધોવાઈ જાય છે. ઘણી વખત થયેલો પાક કોહવાઈ જાય છે. ખેડૂતોને પુષ્કળ નુકસાન થાય છે. જગતના તાતને કુદરત, સરકાર અને દલાલો ચૂસી ખાય છે.
પશુધનઃ પશુઓને પીવાનું શુધ્ધ પાણી કે ઘાસચારો ન મળવાથી રોગચાળો ફેલાય છે અને પશુઓના ડૂબી જવાથી મૃત્યુ થવાની સંભાવના રહે છે.ગામડાના મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોવાથી મોટાભાગના પશુ ચોમાસાના સમયગાળા દરમિયાન જ બીમાર પડતા હોય છે અને એવા સમયે દુધાળા પ્રાણીઓ મૃત પામે તો મોટા પાયે નુકસાન પશુપાલકને થાય છે.
મકાન અને મિલકતઃ કાચા મકાનો પડી જાય છે, ઘરવખરી, અનાજ અને ઇલેક્ટ્રોનિક સામાન પલળીને નકામા થઈ જાય છે. નીચાણવાળા વિસ્તારમાં સ્લમ અને ઝુપડપટ્ટીમાં રહેતા લોકો ની દશા અને દિશા છીન્નભિન્ન થઈ જાય છે. ઘરવખરી બધું જ પાણીમાં તણાઈ જાય છે. એ વખતે માત્ર નગરસેવકો ફોટા પડાવવા માટે સરકારી સ્કૂલમાં ફૂડ પેકેટ આપીને જાણે કે ઉપકાર કર્યો હોય તેવું વાતાવરણ ઊભું કરે છે.
આરોગ્યઃ ગંદા પાણીના ભરાવાથી ઝાડા-ઊલટી, મલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોડ અને ત્વચાના રોગો ફેલાય છે. વરસાદ પછી પાણી ભરાવો થયો હોય ત્યાં મચ્છરનો ઉપદ્રવ થાય પશુ મૃત્યુ પામ્યા હોય એટલે ગંદકીના કારણે કોલેરા જેવી અનેક બીમારીઓ થાય છે. તેવા સમયે સ્વચ્છતા કરવા માટે આરોગ્ય વિભાગે અસરકારક પગલાં ભરવા જોઈએ.પાણીની લાઈનો સાથે ગટરની લાઈનોનું પાણી મિક્સ થઈને આવવાથી મોટા પાયે રોગચાળો ફેલાય છે.
માળખાકીય સુવિધાઓઃ વીજળીના સ્ટેશન, રસ્તાઓ તૂટી જવા, અને પીવાના પાણીના સ્ત્રોતો દૂષિત થવાથી વ્યવહાર ઠપ થઈ જાય છે.અતિવૃષ્ટિના કારણે વાવાઝોડું આવતું હોવાથી ઈલેક્ટ્રીકના થાંભલા પડી જવા વૃક્ષ ઉખડી જવા, સારા રોડ રસ્તા ન બનાવ્યા હોય એટલે તૂટી જવા આ બધી કામગીરીમાં વિલંબ થતો હોય છે અને એનો ભોગ જનતા બને છે.
અતિવૃષ્ટિ દરમિયાન અને તે પછી રાખવાની કાળજી આરોગ્ય અને પીવાના પાણીની સંભાળઃ પાણી ઉકાળીને પીવુંઃ પૂર કે ભારે વરસાદ બાદ પાણી દૂષિત થવાની પૂરી શક્યતા રહે છે, તેથી હંમેશા પાણી ઉકાળીને અથવા ક્લોરિનની ગોળીઓ નાખીને જ પીવું.
ખોરાકઃ ખુલ્લો કે વાસી ખોરાક ખાવાનું ટાળવું. હંમેશા તાજો અને ગરમ ખોરાક લેવો.મચ્છરોથી રક્ષણ ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવું અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.ઘર અને મિલકતની કાળજી લેવી.વીજ સલામતી ઘરમાં પાણી ભરાઈ જાય ત્યારે મુખ્ય ઇલેક્ટ્રિક સ્વીચ બંધ કરી દેવી જેથી શોર્ટ સર્કિટ ન થાય. ઈલેક્ટ્રીકના બોર્ડ ઉપર પ્લાસ્ટિક ચોંટાડી દેવું અને ભીના હાથે ક્યારે પણ ઇલેક્ટ્રિક સ્વીચને કે ઉપર કરણને અડવું જોઈએ નહીં.
સફાઈ અને જંતુનાશકઃ પાણી સરકી ગયા બાદ ઘરમાં અને આસપાસ બ્લીચિંગ પાવડર અથવા ફિનાઈલ છાંટીને સારી રીતે સફાઈ કરવી.અનાજનો સંગ્રહ અનાજને ભીનું થવાથી બચાવવા ઊંચા અને સુરક્ષિત સ્થળે રાખવું.ખેતી અને પશુઓની કાળજી ખેતરમાં નિકાલઃ ખેતરમાં ભરાયેલા વધારાના પાણીનો યોગ્ય નિકાલ કરવો જેથી પાકને વધુ સડો ન લાગે.પશુઓનું રક્ષણ પશુઓને ઊંચા અને સૂકા શેડમાં બાંધવા. તેમને ખાવા માટે સૂકું ઘાસ અને પીવા માટે શુધ્ધ પાણી આપવું.પશુરોગ અટકાવવાઃ પશુઓમાં રોગચાળો અટકાવવા પશુવૈદ્યની સલાહ લઈને સમયસર રસીકરણ કરાવવું.
સરકારે અતિવૃષ્ટિના કારણે જે જિલ્લાઓમાં રોદ્ર સ્વરૂપ ધારણ કરી વરસાદ વરસ્યો છે ત્યાં સ્વચ્છતા અને નુકસાન થયેલ પરિવારોને મદદ કરવી જોઈએ અને આ માટે જે જવાબદાર નગરપાલિકાના અને કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી ફિક્સ કરીને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ.જનતાના ટેક્સ થી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચાલે છે. સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ હતા ત્યારે રાત્રે પોતે
વરસાદવાળા વિસ્તારમાં ઉભા રહી અને તેનો નિકાલ લાવવા અડીખમ રહેતા હતા. તેમની ઓફિસ રાત્રે પણ ચાલુ રહેતી.આવા સેવકો હોય તો જ જનતાને સુખાકારી પ્રાપ્ત થાય.
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨










































