દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે સમગ્ર જિલ્લો જળમગ્ન થઈ ગયો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી મેઘાનું અવિરત તાંડવ જાવા મળી રહ્યું છે, જેના કારણે ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. અત્યંત ભારે વરસાદને કારણે વલસાડમાં આકાશી આફત આવી પડી છે અને સ્થાનિક લોકોના જીવ માથે ભારે સંકટ ઊભું થયું છે.
જિલ્લામાં વરસાદી આંકડાઓ સામે આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. માત્ર ૨૬ કલાકના ટૂંકા ગાળામાં જ મેઘરાજાએ સમગ્ર જિલ્લાને ધમરોળી નાખ્યો છે. ઉમરગામમાં છેલ્લા ૨૬ કલાકમાં જ રેકોર્ડબ્રેક ૪૨ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. કપરાડામાં ૨૬ કલાકની અંદર ૩૨.૫ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. નાનાપોંધામાં ગઈકાલથી અત્યાર સુધીમાં ૩૦ ઈંચ વરસાદ વરસી ચૂક્્યો છે. ધરમપુર પંથકમાં પણ અત્યાર સુધીમાં ૨૩ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે.
અતિભારે વરસાદના કારણે વલસાડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. જળબંબોળ સ્થિતિને કારણે રસ્તાઓ, ઘરો અને વેપાર-ધંધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં ઘરોમાં ૫ થી ૮ ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં સ્થિતિ વણસી છે. લોકો પોતાના પરિવાર અને બાળકોનો જીવ બચાવવા માટે ઘરની છત પર ચડીને આશરો લેવા મજબૂર બન્યા છે.
સતત વરસી રહેલા આફતના વરસાદને કારણે વલસાડ જિલ્લાની તમામ મુખ્ય નદીઓ બે કાંઠે અને ગાંડીતૂર બનીને વહી રહી છે. નદીઓના પાણી ગામડાઓમાં અને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં અત્યંત ભયાનક સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક મુખ્ય મથકથી કપાઈ ગયો છે. સ્થાનિક તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને રેસક્યું કરવાની અને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. તેમ છતાં, જા વરસાદનું જાર આમ જ ચાલુ રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા છે.








































