બોટાદ જિલ્લાના ઢસા ખાતે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ દ્વારા તા. ૨૯ જુલાઈએ ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતા હેઠળ યોજાનારા આ મહોત્સવમાં ગુરુવંદના, ગુરુપૂજન, પ્રેરણાદાયી પ્રવચન અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. સાથે માનવસેવાના ઉમદા હેતુથી નિઃશુલ્ક રક્તદાન મહાશિબિર અને દંતયજ્ઞ કેમ્પનું પણ આયોજન કરાયું છે, જેમાં દાંતના વિવિધ રોગોની મફત સારવાર અને જરૂરી સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાશે. આયોજકોએ ધર્મપ્રેમી જનતા તેમજ યુવા રક્તદાતાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવા અને સાધનાના આ પવિત્ર અવસરમાં સહભાગી બનવા હાર્દિક અપીલ કરી છે.