ભુવન શોમ
મૃણાલ સેનની ક્લાસિક ફિલ્મ ‘ભુવન શોમ’ (૧૯૬૯) અને ભાવનગર વચ્ચેનો સંબંધ ખૂબ જ રસપ્રદ અને ઐતિહાસિક છે. આ ફિલ્મ ભારતીય સિનેમામાં New Wave Cinema , સમાંતર સિનેમાની શરૂઆત માનવામાં આવે છે.
‘ભુવન શોમ’ અને ભાવનગરનું કનેક્શન સત્ય ઘટના અને ‘બનફુલ’ની વાર્તા આ ફિલ્મની વાર્તા પ્રખ્યાત બંગાળી લેખક બલાઈચંદ મુખોપાધ્યાય દ્વારા લખવામાં આવી હતી, જેઓ તેમના ઉપનામ ‘બનફુલ’ તરીકે વધુ જાણીતા છે. તેમણે એક સત્ય ઘટનાને આધાર બનાવીને આ વાર્તા લખી હતી. વાર્તા એક કડક અને શિસ્તબધ્ધ રેલવે ઓફિસર ભુવન શોમની આસપાસ ફરે છે, જેમના જીવનમાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારની મુલાકાત પછી એક મોટો બદલાવ આવે છે.
લોકેશનની શોધ અને ભાવનગર કૃષ્ણનગર રેલવે સ્ટેશન પણ એમાં જોવા મળે છે. દિગ્દર્શક મૃણાલ સેન અને તેમના પ્રતિભાશાળી કેમેરામેન કે.કે. મહાજન ફિલ્મની વાર્તાને ન્યાય આપી શકે તેવા યોગ્ય લોકેશનની શોધમાં હતા. આ શોધ તેમને સૌરાષ્ટ્ર સુધી ખેંચી લાવી. તેમને ભાવનગર-મહુવા નેરોગેજ લાઇન પર આવેલું કૃષ્ણનગર રેલવે સ્ટેશન ખૂબ જ ગમી ગયું. આ સ્ટેશનનું વાતાવરણ અને આસપાસનો વિસ્તાર ફિલ્મની વાર્તા માટે એકદમ યોગ્ય સાબિત થયા. આ સિવાય ફિલ્મનું શૂટિંગ તણસા વાવડી કુકડ મા કરવા મા આવ્યું હતુ.
મંગલ ભારતી લોકશાળામાં હું આઠમું ધોરણ ભણતો હતો ત્યારે અમારા આચાર્ય નેમુભાઈ આંબલીયાએ અમને માહિતી આપી કે આપણી સંસ્થાના બિલ્ડિંગમાં વર્ષો પહેલા મૃણાલ સેનની ફિલ્મ ‘ભુવન શોમ’નું શૂટિંગ થયું હતું. બસ ત્યારથી લઈને ગયા વર્ષ સુધી મને તે જોવાની તાલાવેલી હતી. થિયેટરમાં તો તે શક્ય જ ન હતું. સીડી અને ડીવીડીનો યુગ અને યોગ આવ્યો ત્યાર પછી મેં તેને શોધવાની ખૂબ કોશિશ કરી પરંતુ તેનો તેમાં પણ મેળ પડ્યો નહીં. ૧૯૭૦ પહેલા બનેલી આ ફિલ્મ વિશે મને ૧૯૯૦ આસપાસ જાણવા મળ્યું હતું. અને તે જોવાની ઈચ્છા ૨૦૨૫ માં પૂરી થઈ youtube દ્વારા જૂની બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ જોવાની ખૂબ મજા પડી વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે. હું ફિલ્મમાં ભાવનગર પંથકના કુકડ તણસા વગેરે ગામોનો રીયલ ઉલ્લેખ છે. અમે જ્યાં ભણતા હતા તે સ્કૂલ અને સ્કૂલ પાસેનો દરિયો પણ ફિલ્મમાં છે. ફિલ્મ એકવાર સૌએ જોવી જોઈએ એવી ફિલ્મ છે. વાર્તાની કહાની નાનકડી રૂપકડી રોમેન્ટિક અને અણધાર્યા અંત વાળી છે. અને ‘સાત હિન્દુસ્તાની’ નહીં પરંતુ વાસ્તવમાં અમિતાભ બચ્ચનની આ પ્રથમ ફિલ્મ છે. કેમ ચોકી ગયા ને? વાત ખોટી લાગતી હોય તો એકવાર ફિલ્મ જોઈ પાડો. naranbaraiya277@gmail.com









































