સુરતના યોગીચોક સ્થિત રામવાડી, પૂજન પ્લાઝા ખાતે આગામી તારીખ ૩૧/૦૭/૨૦૨૬ને શુક્રવારના રોજ સાંજે ૩ઃ૦૦ કલાકે સમસ્ત વાવેરા ગામની પાટીદાર દીકરીઓ દ્વારા એક ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ આત્મનિર્ભર બને અને સમાજમાં નવા વિચારોનો સંચાર થાય તેવા સુંદર હેતુથી આ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સ્નેહ, સાથ અને સંસ્કારનું અનોખું મિલન જોવા મળશે. આ સફળ આયોજન માટે વક્તા તરીકે હાર્દિકભાઈ કોટડીયા અને અંજુબેન ચટણી ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમ વાવેરા ગામ દીકરી ગ્રુપ તથા અરુણાબેન ગજેરા, ગીતાબેન પંચાણી અને માલતીબેન કોટડીયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં દીકરીઓ હાજર રહેશે.