ભાવનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનના આધાર કાર્ડ સેન્ટરમાં આધાર કાર્ડમાં સુધારા કરાવવા બદલ રૂ.૩ હજારની લાંચ સ્વીકારતા આધાર ઓપરેટર અને તેના સાગરીતને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી બાદ બંને સામે ભ્રષ્ટાચાર સંબંધિત ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
એસીબીને મળેલી ફરિયાદ મુજબ ભાવનગરના સદ્દગુરુ ઓનલાઈન સર્વિસ સેન્ટર ચલાવતા અશ્વીન બાંભણિયા આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના વિવિધ સરકારી કામો કરાવતા હતા. તપાસમાં સામે આવ્યું કે આધાર કાર્ડમાં સુધારા કરાવી આપવા માટે તેઓ ભાવનગર મહાનગરપાલિકાના આધાર ઓપરેટર વિજય ડાભી સાથે મળીને રૂ.૨ હજારથી રૂ.૩ હજાર સુધીની લાંચ વસૂલતા હતા.
ફરિયાદના આધારે છઝ્રમ્એ ડીકોય ટ્રેપ ગોઠવ્યો હતો. ડીકોય અરજદારે આધાર કાર્ડમાં સુધારા માટે આરોપી અÂશ્વન બાંભણિયાનો સંપર્ક કર્યો હતો. આરોપીએ જરૂરી દસ્તાવેજા વોટ્સએપ મારફતે મંગાવી ડીકોયને ભાવનગર મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન Âસ્થત આધાર કાર્ડ સેન્ટર પર મોકલ્યો હતો.
ડીકોય અરજદાર પાસેથી આધાર કાર્ડમાં સુધારા બદલ રૂ.૩ હજારની લાંચ સ્વીકારતા આધાર ઓપરેટર વિજય ડાભી એસીબીના જાળમાં ફસાઈ ગયા હતા. સ્થળ પરથી રૂ.૩ હજારની લાંચની રકમ પણ કબજે કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આરોપી અશ્વીન બાંભણિયાની ભૂમિકા પણ સામે આવતાં તેને પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યો છે.આ ટ્રેપ કાર્યવાહી ભાવનગર છઝ્રમ્ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ. રીઝવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનમાં મદદનીશ નિયામક એસ.એન. બારોટે સુપરવિઝન કર્યું હતું, જ્યારે રાજકોટ એસીબી એકમના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.







































