વડિયા શહેરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કંથડનાથજી મહાદેવ મંદિર, સ્વામિનારાયણ દિવ્ય ધામ મંદિર, બિલેશ્વર મહાદેવ મંદિર સહિતના વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના કાયદા, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિવિધ મંદિરોની મુલાકાત લઈ ભગવાનના દર્શન કર્યા હતા તેમજ સાધુ-સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમની સાથે વડિયા-કુંકાવાવ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર તથા ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુપૂર્ણિમાના અવસરે શહેરના તમામ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કરી ધર્મલાભ મેળવ્યો હતો.









































