અમરેલી જિલ્લામાં ખડાધાર ચેક પોસ્ટ પરથી ૫ સહિત વિવિધ સ્થળેથી કેફીપીણું પીધેલી હાલતમાં ફરતા ૨૨ ઈસમો ઝડપાયા હતા. કરજાળા ગામેથી ૧ લીટર, થોરડી ગામેથી ૫ લીટર તથા ધુંધવાણા ગામેથી ૫ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. રાજુલા, જાફરાબાદ, ડુંગરથી એક-એક ઇસમ કેફીપીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા મળી આવ્યા હતા.