ઉના-ભાવનગર નેશનલ હાઇવે પર સામતેર અને ટીબી ગામ વચ્ચે રાવલ નદી પર થાય છે. નદી પર બનાવેલા નવા બ્રિજના છેડાના ભાગમાં મોટી તિરાડ પડી છે. રસ્તા નીચે પોલાણ સર્જાતા વાહનો પસાર થતી વખતે બ્રિજ ધ્રૂજી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને કારણે નેશનલ હાઇવે પરથી પસાર થતા હજારો વાહનચાલકોની સલામતી સામે પ્રશ્નાર્થ ચિન્હ સર્જાયો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (દ્ગNHAI) ધોરનિદ્રામાં છે. ત્યારે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.આ રોડ જાફરાબાદ, રાજુલા, મહુવા, ભાવનગર તેમજ અમદાવાદને પણ જોડતો રોડ છે અને આ રોડ પર ૨૪ કલાકમાં અસંખ્ય વાહનોની અવરજવર થતી હોય છે.