અમરેલી કલેક્ટર કચેરી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોની વિશાળ ઉપસ્થિતિમાં કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા તથા દેશભરમાં ગૌહત્યા સંપૂર્ણપણે અટકાવવા માટે સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના અમરેલી જિલ્લા પ્રમુખ વિજયભાઈ દેસાઈ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ ડા. ગજેરા સાહેબ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રી મજબૂતભાઈ બસિયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર વિભાગના મંત્રી રમીલાબેન પટોળીયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ ગૌરક્ષા માટે કડક કાયદો બનાવવા અને ગૌમાતાનું સન્માન જાળવવા એકસૂરે અવાજ ઉઠાવ્યો હતો.








































