વડિયા તાલુકાના રાંદલના દડવા ગામે બૂથ નંબર ૧ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું વિશેષ પ્રસારણ યોજાયું હતું. આ પ્રસંગે રાજ્યના કાયદો અને ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ગ્રામજનો સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો.આ તકે મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના પ્રેરણાદાયી વિચારોથી સૌને નવી ઊર્જા મળે છે અને ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં સહભાગી બનવું એ જ સાચી રાષ્ટ્રસેવા છે. આ કાર્યક્રમમાં સરપંચ મનસુખભાઈ બરવાળીયા, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, મહામંત્રી રમેશભાઈ સાકરીયા, સંજયભાઈ વસાણી સહિત સ્થાનિક હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.