ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) દ્વારા ઉત્પાદિત નવા પાક સંરક્ષણ ઉત્પાદનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ, જીતુભાઈ વાઘાણી અને કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ‘સરદાર’ બ્રાન્ડથી જાણીતી GSFC હવે રાસાયણિક ખાતરો ઉપરાંત પાક સંરક્ષણ ક્ષેત્રે પણ પોતાના વ્યાપને વધુ વિસ્તૃત કરશે. આ પહેલ અંતર્ગત ખેડૂતોને ગુણવત્તાયુક્ત પાક સંરક્ષણ ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પાકને વિવિધ પ્રકારના નુકસાનથી બચાવવા માટે આવા ઉત્પાદનો ખેડૂતો માટે ઉપયોગી બની રહેશે. GSFCની આ નવી પહેલથી
કૃષિ ક્ષેત્રમાં પાક સંરક્ષણ માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે અને ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ સાથે જોડાવામાં મદદ મળશે. કંપનીના આ વિસ્તરણથી કૃષિ ક્ષેત્રને નવી દિશા મળવાની સાથે પાક સંરક્ષણ ક્ષેત્રે પણ મજબૂતી આવશે.