કોડીનારની સોમનાથ એકેડેમીમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતા અને નડિયાદ જુડો એકેડેમીમાં તાલીમ લેતા આયુષ ઝાલાએ છત્તીસગઢના રાયપુર ખાતે ૧૩થી ૨૧ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી જીય્હ્લૈંની વર્લ્ડ સ્કૂલ ગેમ્સ સિલેક્શન ટ્રાયલમાં ૭૩ કિગ્રા વજન વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેની વર્લ્ડ સ્કૂલ ગેમ્સ જુડો ચેમ્પિયનશિપ માટે રિયો ડી જાનેરો, બ્રાઝિલ ખાતે પસંદગી થઈ છે. આ સિદ્ધિ બદલ સોમનાથ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી સહિત શાળા પરિવાર અને કોચોએ આયુષને અભિનંદન પાઠવ્યા હતા.







































