કોડીનાર તાલુકાના દામલી ગામે ભાદરવા સુદ અગિયારસ નિમિત્તે રામદેવજી મહારાજનો ધુપેડો તથા નેજા ઉત્સવ ઉજવાયો હતો. પ્રસંગે માં ભવાનીને વસ્ત્ર અર્પણ, ધ્વજારોહણ, બટુક ભોજન, સાધુ-સંતોના સામૈયા, મહા આરતી, દેગપ્રસાદી અને સંતવાણી યોજાઈ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ગામમાં એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતાનો માહોલ જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા.






































