ગોરસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘સ્વસ્થ આવતી કાલ માટે આયુર્વેદ’ના સૂત્ર સાથે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, અમરેલીના સહયોગથી ચિતલ હાઈસ્કૂલ ખાતે શાળા આરોગ્ય શિબિર યોજાઈ હતી. શિબિરનો પ્રારંભ પી.પી. સોજીત્રાના હસ્તે કરવામાં આવ્યો હતો.
ગોરસ ફાઉન્ડેશન ટ્રસ્ટ વતી દિનેશભાઈ ભુવા, કેતનભાઈ ધોળકિયા અને જયસુખભાઈ દેસાઈ દ્વારા
પી. પી. સોજીત્રાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડો. ભાવેશભાઈ મહેતાએ આયુર્વેદના મહત્વ તથા વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. દિનેશભાઈ ભુવા અને નીતિનભાઈ બોરાણિયાએ શાળા આરોગ્યનું મહત્વ સમજાવ્યું હતું. પી.પી. સોજીત્રાએ સામાજિક સંસ્થાઓની જવાબદારી અંગે વાત કરી ગોરસ ફાઉન્ડેશનની વિવિધ
પ્રવૃત્તિઓને બિરદાવી હતી તેમજ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા અને ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતા. શિબિરમાં શાળાના તમામ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડો. ભાવેશભાઈ મહેતાએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે અલગ-અલગ સંવાદ કરી તરુણાવસ્થાની સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આયોજનમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ, ચિતલ હાઈસ્કૂલના સ્ટાફ તથા ગોરસ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓનો સહયોગ મળ્યો હતો. આ પ્રસંગે ચિતલ હાઈસ્કૂલના આચાર્ય પંકજભાઈ ઉપાધ્યાય, સ્ટાફગણ તથા ગોરસ ફાઉન્ડેશન ટ્રસ્ટના મંત્રી જયેશભાઈ ગોંડલિયા દ્વારા પી. પી. સોજીત્રાને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં ચિતલ-જસવંતગઢના આગેવાનો સર્વે જયંતીભાઈ દેસાઈ, સુરેશભાઈ પાથર, વિજયભાઈ દેસાઈ, રઘુવીરસિંહ સરવૈયા, લાલજીભાઈ દેસાઈ, પ્રવીણભાઈ ડાભી, હર્ષદભાઈ ત્રિવેદી, મોતીભાઈ કાનાણી, જે. બી. દેસાઈ, હસુભાઈ ધાનાણી, મનુભાઈ રાજા, દશરથસિંહ સરવૈયા, રંજનબેન ડાભી, નરેન્દ્રભાઈ પંડ્‌યા અને ભરતભાઈ દેસાઈ તથા અગ્રણીઓ સહભાગી બન્યા હતા.