અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મૈત્રી કરારથી રહેતી ૨૪ વર્ષીય યુવતીએ પ્રેમી અને તેના પરિવારજનોના સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાત્રે ૯ વાગ્યા પહેલાં બાપુનગર Âસ્થત ચાંદાભાઈની ચાલી ખાતે આ બનાવ બન્યો હતો. આ મામલે મૃતક યુવતીની માતાએ પ્રેમી મયુર પ્રવિણભાઈ પરમાર સહિત ૪ આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી છે.
ગોમતીપુર વિસ્તારમાં રહેતાં નંદાબેન ધુળાભાઈ રાઠોડની ૨૪ વર્ષીય દીકરી દક્ષા વર્ષ ૨૦૨૧માં ઇન્સ્ટાગ્રામ મારફતે મયુરકુમાર પ્રવિણભાઈ પરમારના સંપર્કમાં આવી હતી. જાન્યુઆરી ૨૦૨૩માં બંનેએ મૈત્રી કરાર કરી મોરબી ખાતે સાથે રહેવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ૮ એપ્રિલ, ૨૦૨૪ના રોજ દક્ષાએ પુત્ર આનંદને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તેઓ બાપુનગરમાં રાધાભÂક્ત ન‹સગ હોમની સામે આવેલી ચાંદાભાઈની ચાલી ખાતે રહેવા આવ્યાં હતાં.
પુત્રના જન્મના ૬ મહિના બાદથી જ મયુરકુમાર, તેના પિતા પ્રવિણભાઈ પરમાર, માતા મંજુબેન પ્રવિણભાઈ પરમાર અને ભાઈ વિશાલ પ્રવિણભાઈ પરમાર નાની-નાની બાબતોમાં દક્ષાને મ્હેણાં-ટોણાં મારી ઝઘડો કરતા હતા અને તેની સાથે મારઝૂડ પણ કરતા હતા. પરિવારજનો દ્વારા સમાધાન કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં દક્ષાને આપવામાં આવતો ત્રાસ યથાવત રહ્યો હતો.
બનાવના દિવસે એટલે કે ૧૫ નવેમ્બરના રોજ સવારે આશરે ૧૧ વાગ્યે દક્ષાએ મયુરના મોબાઈલ પરથી પોતાની માતા નંદાબેનને ફોન કર્યો હતો. ફોન પર તેણે જણાવ્યું હતું કે, મયુર અને તેના પરિવારજનોએ તેની સાથે ઝઘડો કર્યો છે. મયુર તેને ‘તું મને ગમતી નથી, તું મરી જા કાં તો ઘરમાંથી નીકળી જા’ તેમ કહીને ત્રાસ આપે છે. આ અંગે જાણ થતાં માતાએ બીજા દિવસે દીકરીને મળવા આવવાનું કહી તેને સાંત્વના આપી હતી.
જાકે, તે જ દિવસે રાત્રે આશરે ૯ વાગ્યે મયુરે નંદાબેનના મોબાઈલ પર ફોન કર્યો હતો. આ ફોન દક્ષાની બહેન ખુશ્બુએ ઉપાડ્યો હતો. મયુરે ફોન પર ‘તારી બહેન હવે આ દુનિયામાં નથી રહી અને તેણે ઘરે ગળેફાંસો ખાઈ લીધો છે’ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.
આ સમાચાર મળતાં જ નંદાબેન પોતાની દીકરીઓ ખુશ્બુ અને હિરલ સાથે તાત્કાલિક બાપુનગરની ચાંદાભાઈની ચાલી ખાતે દોડી ગયાં હતાં. ત્યાં પહોંચતાં મયુર કે તેના પરિવારનો કોઈ સભ્ય હાજર નહોતો. દક્ષા ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકતી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. એમ્બ્યુલન્સના તબીબોએ દક્ષાને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોÂસ્પટલ ખસેડવામાં આવ્યો હતો.
આ મામલે મૃતકની માતાએ મયુરકુમાર સહિત તેના પરિવારના ૪ સભ્યો વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ફરાર ૪ આરોપીઓને ઝડપી લીધા છે.