લાઠી તાલુકાના કાંચરડી ગામના વર્ષો જૂના અને અત્યંત ગંભીર એવા પૂરના પ્રશ્નને કાયમી રીતે ઉકેલ માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગામના ભૂગોળીય સ્થિતિસ્થાપકતા, નદીની નજીક સ્થિત વિસ્તાર અને વરસાદી સિઝનમાં થતા પ્રચંડ પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને, ગામની સુરક્ષા માટે રૂ. ૨.૫૦ કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલના નિર્માણ માટે સરકાર દ્વારા સેધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી માટે સ્થાનિક ધારાસભ્ય જનક તળાવીયાએ રજૂઆતો કરી હતી. આ બજેટ હેઠળ મજબૂત ઇઝ્રઝ્ર સ્ટ્રક્ચરની દિવાલનું નિર્માણ, વરસાદી સિઝનમાં પાણીની દિશા બદલીને ગામને સુરક્ષિત કરવાની વ્યવસ્થા, નદી અને નાળાના વધતા પાણીના પ્રવાહને નિયંત્રિત રાખવા માટે તકનીકી રીતે મજબૂત ડિઝાઇન, ગ્રામ્ય વિસ્તારોની વસ્તી, ખેતીની જમીન અને પશુધનની સુરક્ષા માટે વિશેષ આયોજન, ભવિષ્યમાં નદીકાંઠે વધુ વિકાસકારી પ્રોજેક્ટને સરળ અને સુરક્ષિત બનાવવાનું આયોજન છે. આ અંગે ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું કે “કાંચરડી ગામના લોકો વર્ષોથી પૂરની સમસ્યામાંથી ત્રાસ અનુભવી રહ્યા હતા. હવે ગામ વધુ સુરક્ષિત બનશે. લોકોની સલામતી અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ભવિષ્યમાં આવા વધુ વિકાસકારી કામો પણ પ્રાથમિકતા પરથી હાથ ધરવામાં આવશે.”







































