સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ હવે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ક્્યાંક કુદરતી અજાયબી જેવા દૃશ્યો જાવા મળી રહ્યા છે તો ક્્યાંક રસ્તાઓ બિસ્માર બનતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને પાકના નુકસાનની ચિંતા સતાવી રહી છે.રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં ભારે વરસાદ બાદ એક અનોખું દૃશ્ય જાવા મળ્યું. ગામના એક બોરમાંથી કોઈ મોટર કે પંપ વગર જ દર ૩૦ સેકન્ડે પાણીના જારદાર ફુવારા બહાર નીકળતા જાવા મળ્યા. વરસાદ બાદ ભૂગર્ભ જળસ્તર વધતાં બોરનું પાણી સ્વયંભૂ ઉપર આવવા લાગ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.આ ઘટનાની જાણ થતાં ખેડૂતોથી લઈને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. બોરમાંથી ઉછળતા પાણીના ફુવારા લોકોમાં આશ્ચર્ય અને કુતૂહલનું કેન્દ્ર બન્યા હતા.
મોરબી-ટંકારા માર્ગ પર વરસાદ બાદ રસ્તાની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. બાયપાસથી ટંકારા સુધીના માર્ગ પર મોટા ખાડાઓ પડતાં વાહનચાલકો જીવના જાખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ પછી રસ્તો વધુ બિસ્માર બની ગયો છે, છતાં હજુ સુધી સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી. જા તાત્કાલિક કામગીરી નહીં થાય તો જનઆંદોલન કરવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ખાંભેલ સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. કલાકો વીતી ગયા હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં ખેતીને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં પાકને મોટું નુકસાન થઈ શકે છે. વરસાદી પાણીના કારણે ખેતીકાર્ય પણ પ્રભાવિત બન્યું છે અને હવે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.








































